| 
              
                |  |  
                |  |  
                |  |  
                |  |  
                |  |  
                |  |  
                |  |  
                |  |  
                | Email: oasis1thacker@gmail.com |  
                |  |  
                |  |  
                |  |  
                |  |  
                |  |  
                |  |  | 
              
                
                  |  |  
                  |  |  
                  | ગીતકાર અને સંગીતકાર: ઘનશ્યામ ઠક્કર |  
                  |                         ગીત:છોરો ભૂરો-ભટાકડો
 |  
                  | સ્વરઃ કિશોર મનરાજા, નેહા મહેતા અને વ્રુંદ |  
                  |                     Song: Chhoro Bhooro Bhataakdo |  
                  | Music & Lyrics : Ghanshyam Thakkar (Oasis Thacker) |  
                  | Singers: Kishore Manraja, Neha Mehta, and Chorous |  
                  |  |  
                  | Click below to play video |  
                  |  |  
                  | 
                    
                      |  | 
                        
                        CLICK HERE TO PLAY YOUTUBE VIDEO                        
                        
                          
                            સંગીત આલબમ : આસોપાલવની ડાળે
                              
                            
                              ------------------------
                              
                            
                              છોરો ભૂરો-ભટાકડોને રૂપનો પાછો ફટાકડો
                              
                            
                              એના કેવડિયાનાં કૂળ,
                              
                            
                              ને તોયે કેસૂડાના મૂળ,
                              
                            
                              કે એના હસતાં ઊગે ફૂલ,
                              
                            
                              એને છણકે વાગે શૂળ,
                              
                            
                              એનો ચહેરો ઊગે સૂરજ ઝાંખો ઝટાકડો!
                              
                            
                              
                            
                              
                            
                              ----
                              
                            
                              
                            
                              
                            
                              
                            
                              
                            
                              
                            
                              
                            
                              
                            
                              
                            
                              
                            
                              સોડી સીસમ-સટાકડી, ને રૂપની તોયે ફટાકડી
                              
                            
                              એનાં કાલિંદીનાં કૂળ,
                              
                            
                              ને તોયે ગંગા જેવાં મૂળ,
                              
                            
                              કે એના હસતાં ઊગે ફૂલ,
                              
                            
                              એને છણકે વાગે શૂળ,
                              
                            
                              એનો ચહેરો ઊગે પૂનમ ઝાંખી ઝટાકડી!
                              
                            
                              -----
                              
                            
                              
                            
                              
                            
                              
                            
                              
                            
                              
                            
                              
                            
                              
                            
                              
                            
                              મોતી કેરા દરિયામાં ભીનાશો ક્યાંથી લાવવી?
                              
                            
                              
                            
                              
                            
                              કેવડિયાનું ખેતર ખેડી કેમ બાજરી વાવવી?
                              
                            
                              
                            
                              એને મળતાં મેળા થાય,
                              
                            
                              કે ગાંધી મણિયારા થૈ જાય્,
                              
                            
                              પાણી અત્તરમાં બદલાય,
                              
                            
                              ને મનમાં છ્બ્બક્-છબ્બક થાય્
                              
                            
                              એના દિલનો દરિયો આખો કોરો ક્ટાકડો
                              
                            
                              છોરો...
                              
                            
                              
                            
                              -------
                              
                            
                              
                            
                              દિલમાં ચાલે ધિંગાણાં ને કોયલને મન નોરતાં,
                              
                            
                              રૂપની લ્હાણી કરનારા નજર્યુંને શાને ચોરતા?
                              
                            
                              
                            
                              આંખ્યૂં બંધ કર્યે છણકાય,
                              
                            
                              કે આંખ્યું ખોલો તો શરમાય્,
                              
                            
                              આંખ્યું મટકે કટકા થાય,
                              
                            
                              આંખ્યું ઢાળો તો પટકાય,
                              
                            
                              જોબનના દરવાજા સો ખખડાવે ખડી-ખડી.......
                              
                            
                              સોડી.......
                              
                           Music Composer: Ghanshyam Thakkar (Oasis Thacker)All the in instruments and rhythms performed by Ghanshyam ThakkarOasis Thacker Production   |  |  
                      |  |  |  |  
                      |  |  |  |    |  |